જાણો તમારા ધારાસભ્યશ્રી વિશે

સેવા,સંવેદના અને સંસ્કૃતિ સવર્ધનને સમર્પિત વ્યક્તિત્વ. ખમીરવતી શાહપુરની ભૂમિનું સંતાન કઠોર પરિશ્રમ જેમનો જીવનમંત્ર છે. જન જન ની સુખાકારી માટેની કટીબધ્ધતા છે સૌ ભણે, સૌ આગળ વધે જેમનું લક્ષ્ય છે.

“ના જાતિવાદ, ના પ્રાંતવાદ, ફક્ત રાષ્ટ્રવાદ" ના સૂત્ર સાથે આગળ વધતા શ્રી કૌશિકભાઈ જૈન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં અમદાવાદનું સાંસ્કૃતિક હાર્દ ગણાતા એવા દરિયાપુર માંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા . શાહપુર ના એક સામાન્ય પરિવાર માં જન્મ થયેલ એવા કૌશિકભાઈ ની એક વિદ્યાર્થી નેતાથી દરિયાપુરની રાષ્ટ્રવાદી જનતાનો વિધાનસભામાં ગુંજતો અવાજ બનવાની એમની સફર ખુબ જ રસપ્રદ છે.

કૌશિક જૈન એટલે જુના જનસંઘ સમયથી કુટુંબ જનસંઘ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ વ્યક્તિત્વ.

40 વર્ષમાં નિભાવેલી જવાબદારીઓ નીચે મુજબ છે

ભારતીય જનતા પાર્ટી - સક્રિય કાર્યકર
  • ભારતીય જનતા યુવા મોરચાના - શહેર કોષાધ્યક્ષ
  • ભારતીય જનતા યુવા મોરચાના - શહેરમંત્રી
  • ભારતીય જનતા યુવા મોરચાના - શહેર ઉપાધ્યક્ષ
  • ભારતીય જનતા યુવા મોરચાના - પ્રદેશમંત્રી
  • ભારતીય જનતા યુવા મોરચાના - પ્રદેશ ઉપાધ્યક્ષ
  • ભારતીય જનતા પાર્ટી - મહાનગરમંત્રી
  • ભારતીય જનતા પાર્ટી - મહાનગર મહામંત્રી
  • ભારતીય જનતા પાર્ટી - મહાનગર ઉપાધ્યક્ષ
ગુજરાત યુનિવર્સિટી - જાગૃત વિદ્યાર્થી નેતા
  • ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક કોમર્સ વિદ્યાશાખાના સેનેટ સભ્ય
  • ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટર્ડ કોમર્સ વિદ્યાશાખાના ૧૫ વર્ષ સેનેટ સભ્ય
  • સતત ચાર ટર્મ ૧૨ વર્ષથી સિન્ડીકેટ સભ્ય તરીકે કાર્યરત.
સામાજિક - ધાર્મિક - રાજકિય ક્ષેત્રે સક્રિયતા
  • અમદાવાદ મહાનગર જૈન સમાજના અગ્રણી
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાહપુર વોર્ડના કોર્પોરેટર
  • વી.એસ. બોર્ડ મેનેજમેન્ટના મેમ્બર
  • આપણી સહકારી બેંક દરિયાપુરના મેનેજીંગ ડિરેક્ટર,

તેમના અભિગમને ઓળખીને તેમણે ગતિશીલ ગુજરાતના મહામંત્રને ગુજરાત વિકાસને વધુ આગળ વધાર્યો છે. આશ્ચર્યની વાતતો એ છે કે આટલી મહત્વની જવાબદારી સંભાળતા હોવાની સાથે કૌશિકભાઈ જૈનનો સ્વભાવ ખુબ જ સરળ અને સેવાભાવિ છે, નાનામાં નાનો માણસ પણ સરળતાથી કૌશિકભાઈને મળી શકે છે, લોકોને ઘરે બેઠા નિર્વિઘ્ને કોઈ પણ મુશ્કેલી વગર દરેક કામ કરી આપવા અને તે માટે કાર્યરત રહેવું એ જ અમારું લક્ષ્ય છે.....

વિકાસની છે કટીબધ્ધતા ગતિશીલ છે લક્ષ્ય અમારું યુવાનો ને સ્વાલંબન મહિલા સુરક્ષા ધ્યેય અમારો ભણશે દિકરી ઘરે ઘરમાં ગરીબ અને પછાતના વિકાસનો આધાર બનીએ અમે........”